Saturday, January 23, 2021

શું તમે લાંબા સમય સુધી યંગ દેખાવા માંગો છો? તો અપનાવો આ નુસ્ખા, ક્યારેય નહી થાઓ વૃદ્ધ - ફટકડી

                                                         ફટકડી દેખાવામાં તો એકદમ સામાન્ય જ લાગે છે. પરંતુ જ્યારે તેના ગુણોની વાત આવે ત્યારે ફટકડીની જગ્યા અન્ય કોઈ વસ્તુ ન લઈ શકે. ફટકડીનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. સાથે જ ફટકડીની મદદથી ચહેરા પરની ખીલ પણ દુર કરી શકાય છે. આ જ કારણોસર ભારતીયોના ઘરમાં ફટકડી હમેશા હોય જ છે. અનેક શારીરિક સમસ્યાઓનો ઘરેલુ ઉપાય પણ ફટકડી જ છે. તો જાણો ફટકડીનો કેવી રીતે ઉપયોગ કરવાથી કઈ-કઈ સમસ્યાઓનો નિકાલ થાય છે.

શરીર પરની કરચલી અને વધતી વયના પ્રભાવને અટકાવે છે ફટકડી

ફટકડીનો આ ગુણ છે કે તેનો શરીર પર ઉપયોગ કરવાથી ત્વચા કસાયેલી રહે છે. ઉપરાંત, તે શુષ્ક, નિર્જીવ અને લચકી પડેલી ત્વચાને સારૂ કરવાનું કામ કરે છે. ફટકડીના આ જ ગુણને કારણે, તેનો ઉપયોગ ઘણી બ્યુટી ક્રિમમાં પણ થાય છે. ચહેરા પર ફટકડી લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી થાય છે. તમે કોઈ પણ પેસ્ટ બનાવ્યા વિના સીધી ફટકડીને ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરો એકદમ સ્વસ્થ થઈ જાય છે.

મોઢામાંથી આવતી વાસને પણ કરે છે દૂર
જો મોઢામાંથી દુર્ગંધ આવે તો લોકો તમારી સાથે વાત કરતા ખચકાતા હશે. તમારાથી દૂર રહેતા હશે. જો મુશ્કેલીમાંથી છુટકારો મેળવવો હોય તો તરત જ ફટકડીનો ઉપયોગ શરૂ કરો. ફટકડ નાખેલા પાણીથી કોગળા કરવાથી દાંત પર જમા કચરો તકતી દૂર થાય છે. તે લાળમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરંતુ તેનું પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.


જૂ દુર કરવા પણ ફટકડીનો ઉપયોગ કરો
જો તમને જૂ થઈ હોય તો આ સમસ્યા પણ ફટકડી દ્વારા દૂર થાય છે.  ફટકડી વાળ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જૂની સમસ્યા માટે ફટકડીની પેસ્ટ વાળમાં ચામડી પર લગાવવી જોઈએ. આ કરવાથી માથા પરની ત્વચા એકદમ સાફ થઈ જાય છે. સ્વચ્છ વાળમાં જૂ થવાની સમસ્યા રહેતી નથી. ઘણા લોકો ફટકડીના પાણીથી પણ વાળ ધોઈ લે છે, પરંતુ દરેકને આ ઉપાય કામ લાગતો નથી.

શરીરની દુર્ગંધ દૂર કરવા અપનાવો ફટકડી
ફટકડીના ઉપયોગથી શરીરમાંથી આવતી ગંધ સરળતાથી દૂર કરી શકાય છે. ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા દૂર થાય છે. આ જ કારણ છે કે ડિઓડોરન્ટ બનાવતી કંપનીઓ પણ તેનો ઉપયોગ કરે છે. નહાવાના પાણીમાં ફટકડી ઉમેરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.

શિયાળામાં ગુણકારી ફટકડી
શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.




- જે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે. 

-ફટકડીના પાણીથી યોનિને સવારે સાંજે નિયમિત ધુવો. પંસારી પાસેથી સંગે જરાહત અને ફટકડી લઈને બંને વાટી લો અને અડધો ગ્રામ ચૂરણની ફાંકીને તાજા પાણી સાથે કે ગાયના દૂધ સાથે સવાર સાંજ અને બપોરે ત્રણ વાર લો. થોડાક સમયમાં જરૂર લાભ થશે.

 - શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

- જો વાગ્યુ હોય તો અને લોહી નીકળતુ હોય તો ઘા ને ફટકડીના પાણીથી ધૂઓ અને ઘા પર ફટકડીનું ચૂરણ લગાવીને છાંટવાથી લોહી નીકળવુ બંધ થઈ જાય છે.

- ફટકડી અને કાળા મરી વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતોની પીડામાં લાભ થાય છે

- સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.

- અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમો અને ખાંસીમાં ખૂબ લાભ મળે છે.

- સેકેલી ભટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલ્ટી બંધ થઈ જાય છે.

- દાંતના દુખાવાથી બચવા માટે ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતનો દુખાવો ઠીક થઈ જાય છે.

- ફુલાયેલી ફટકડીને એક તોલા અને સાકરને બે તોલા બારીક વાટીને રાખી લો. એક એક માશા રોજ સવારે ખાવાથી દમાનો રોગમાં લાભ થાય છે.

- રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

- દોઢ ગ્રામ ફટકડી પાવડરને ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાના થનારા દુખાવો દૂર થઈ જાય છે.

- ટાંસિલની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરો. તેનાથી ટાંસિલની સમસ્યામાં જલ્દી આરામ મળી જાય છે.

- ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.

- એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે. 

- મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે.

 - દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવી લો. મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

- કાનમાં ફોલ્લી અથવા પરૂ થયો હોય તો એક પ્યાલીમાં થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરો અને પિચકારી દ્વારા કાન ધોઈ લો.